રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકા વધારાનો લાભ: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને તેમના વ્યાપક હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાનો લાભ તારીખ. 01 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓ જેવા કે પંચાયત સેવાના કર્મચારીઓ અને અન્ય કુલ 4.71 લાખ કર્મચારીઓ તેમજ અંદાજિત 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શન ધરાવનાર કર્મચારીઓને મળવાપાત્ર છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકા વધારાનો લાભ
રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે, મોંઘવારી ભથ્થાની 6 મહિનાની એટલે કે 01 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જાન્યુઆરી – ૨૦૨૪ તથા ફેબ્રુઆરી – ૨૦૨૪ આ મહિનાના તફાવતની રકમ જુલાઈ – ૨૦૨૪ પગાર સાથે, તેમજ માર્ચ અને એપ્રિલ – ૨૦૨૪ આ મહિનાના તફાવતની રકમ ઓગસ્ટ – ૨૦૨૪ના પગાર ખાતે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત મે અને જૂન – ૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની રકમ સપ્ટેમ્બર – ૨૦૨૪ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
₹ 1129.51 કરોડ રૂપિયાની ચુકવણી એરિયર્સ પેટે કરાશે
ગુજરાત રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ ₹ 1129.51 કરોડ રૂપિયાની ચૂકવણી કર્મચારીઓને કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ નિર્ણય કર્મચારીઓના હિત માટે અમલમાં મૂકવામાં આવ્યો છે, તેમજ આ બાબતે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકા વધારાનો લાભ
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર