ઇન્ડિયન નેવી સિવિલિયન ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે હાલમાં ભારતીય નૌકાદળે સિવિલિયનની ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેવી કે ચાર્જ મેન, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ડ્રાફ્ટ મેન, ફાયર મેન, ફાયર એન્જિન ડ્રાઇવર, ટ્રેડસમેન મેટ, કુક, પેસ્ટ કન્ટ્રોલ વર્કર, મલ્ટીટાસ્ટિંગ સ્ટાફની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારોની લાયકાત પોસ્ટ મુજબ હોઈ શકે છે.
ઇન્ડિયન નૌકાદળ ભરતી 2024 માટે ઉમેદવારો તારીખ 02 ઓગસ્ટ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે સંસ્થાનું નામ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
ઇન્ડિયન નેવી સિવિલિયન ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
ડ્રાફ્ટ મેન, ટ્રેડસમેન મેટ, કુક, પેસ્ટ કન્ટ્રોલ વર્કર, મલ્ટીટાસ્ટિંગ સ્ટાફની જગ્યાઓ માટે ઉમેદવારોની લાયકાત ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. આ ઉપરાંત ફાયર મેન ઓફ ફાયર મેન ઓફિસર ની જગ્યા માટે ધોરણ 12 પાસ થવા જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની અન્ય વિગતો જાણવા સત્તાવાર સૂચનાઓ વાંચો.
ઇન્ડિયન નૌકાદળ ભરતી 2024 વય મર્યાદાની વિગતો
આ ભરતી માટે પોસ્ટ મુજબ ઉમેદવારોની વય મર્યાદા અલગ અલગ છે. ચાર્જ મેન મિકેનિક અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી 30 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે ફાયરમેન અને ફાયર એન્જિન ડ્રાઇવર ની જગ્યા માટે 18 વર્ષથી 27 રાખવામાં આવી છે. તેમજ અન્ય જગ્યાઓ માટે 18 વર્ષથી 25 રાખવામાં આવી. આ ભરતી માટે વય મર્યાદાની અન્ય વિગતો જાણવા સત્તાવાર સૂચનાઓ વાંચો.
ઇન્ડિયન નેવી સિવિલિયન ભરતી 2024 અરજી ફીની ચૂકવણી
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી કરવાની છે, તે નીચે મુજબ પ્રમાણે કરવાની.
- જનરલ/OBC/EWS : ₹ 295
- SC/ST/PWD : અરજી ફી ભરવાની નથી
- અરજી ફીની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે.
ઇન્ડિયન નૌકાદળ ભરતી 2024 પસંદગી પ્રક્રિયાની વિગતો
ભારતીય નૌકાદળ ભરતી 2024 માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, દસ્તાવેજોની ચકાસણી, તબીબી તપાસના આધારે કરવામાં આવશે. આ માટે પરીક્ષા કમ્પ્યુટર આધારિત 100 ગુણની હશે જેમાં 90 મિનિટનો સમય આપવામાં.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ | 22 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 02 ઓગસ્ટ 2024 |
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
ભારતીય નૌકાદળ ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે, ઓનલાઇન અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનાઓ ધ્યાનથી વાંચો અને ત્યારબાદ અરજી લિંક પર ક્લિક કરીને અરજી કરો.
- સૌપ્રથમ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- ત્યાર પછી અરજી ફોર્મમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
- જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- કેટેગરી મુજબ અરજી ફીની ચૂકવણી કરો.
- તમામ માહિતી ભરાઈ ગયા બાદ અરજી ફોર્મ સબમીટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ તારીખો
નોકરીની સત્તાવાર સૂચનાઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર