ITBP Constable Bharti 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ઇન્ડિયન તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડમેન) ની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ વાંચ્યા બાદ ઓનલાઇન અરજી કરી શકે છે. ITBP Constable Bharti 2024 વિશેની અન્ય વિગતો જેવી કે સંસ્થાનું નામ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
ITBP Constable Bharti 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | ઇન્ડિયન તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ટ્રેડમેન) |
કુલ ખાલી જગ્યાઓ | 194 પોસ્ટ્સ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | recruitment.itbpolice.nic.in |
ITBP Constable Bharti 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
ઇન્ડિયન તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. આ ઉપરાંત ITI બે વર્ષનો અનુભવ જરૂરી છે. તેમજ ITI માંથી માન્ય પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ ઉપરાંત અન્ય વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.
પગાર ધોરણની વિગતો
આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને તેમની પોસ્ટ મુજબ ₹ 21, 700થી ₹ 69,100 પગાર ચૂકવવામાં આવશે.
વય મર્યાદાની વિગતો
ITBP Constable Bharti 2024 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18થી 23 વર્ષ હોવી જરૂરી છે.
અરજી ફીની ચૂકવણી
- જનરલ/OBC/EWS: ₹ 100
- SC/ST/ મહિલા ઉમેદવારો: શૂન્ય
- અરજી ફીની ચૂકવણી ઓનલાઇન કરવાની રહેશે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી સૌપ્રથમ શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ લેખિત પરીક્ષા, દસ્તાવેજો ચકાસણી, મેડિકલ તપાસ દ્વારા કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
ઇન્ડિયન તિબેટીયન બોર્ડર પોલીસ ભરતી માટે અરજી કરવાની પદ્ધતિ નીચે આપેલ છે:
- સૌપ્રથમ ITBP ની સત્તાવાર વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in/ ની મુલાકાત લો.
- ત્યારબાદ New Recruitment Openings વિકલ્પો પસંદ કરો.
- ત્યારબાદ અરજી ફોર્મમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
- ત્યાર પછી જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ, સબમિટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
ITBP ભરતીની સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર