શિક્ષકોની ભરતી માટેની મોટી જાહેરાત કુલ 24, 700થી વધુ જગ્યાઓ: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રાથમિક સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વિવિધ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે આજ રોજ ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
શિક્ષકોની ભરતી માટેની મોટી જાહેરાત કુલ 24, 700થી વધુ જગ્યાઓ
ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં આચાર્ય તેમજ શિક્ષકોની કુલ 24, 700 જેટલી જગ્યાઓ પર આગામી ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે.
જે પ્રમાણે આગામી સમયમાં ઓગસ્ટ થી ડિસેમ્બર 2024 સમયગાળા દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24, 700થી પણ વધુ શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવશે. આ પહેલા ગાંધીનગરમાં TET-TAT ના વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કેબિનેટ સામે આ ભરતી વિશે રજૂઆત કરવામાં આવી હતી.
શિક્ષકોની ભરતીનું કેલેન્ડર જાહેર
પ્રવક્તા મંત્રીએ આ ભરતી સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો) ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળામાં જુના શિક્ષકોની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તારીખ 01 ઓગસ્ટ 2024 રહેશે.
આ ઉપરાંત પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ( TAT HIGHER SECONDARY PASS ઉમેદવારો) ની કુલ મળીને અંદાજિત 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે જેની સંભવિત જાહેરાતની તારીખ 01 સપ્ટેમ્બર 2024 રહેશે.
આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાત સંભવિત તારીખ 01 ઓક્ટોબર 2024 રહેશે, જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY PASS ઉમેદવારો) ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY PASS ઉમેદવારો) ની 3000 જગ્યા માટે ભરતી જાહેર થશે.
ડિસેમ્બર સુધી શિક્ષકોની ભરતી પૂર્ણ
સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટે સંભવિત ભરતી જાહેરાતની તારીખ 01 નવેમ્બર 2024 રહેશે. સરકારે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યા સહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજિત 600 જેટલી જગ્યાઓ માટે સંભવિત ભરતીની જાહેરાત તારીખ 01 નવેમ્બર 2024ના રોજ જાહેર થશે.
આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટે અંદાજિત 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે TET-1 ઉમેદવારો માટેની અંદાજિત 1200 જગ્યાઓ માટે સંભવિત ભરતી જાહેરાત તારીખ 01 ડિસેમ્બર 2024 રહેશે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર