બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી જાહેર 2024: નમસ્કાર મિત્રો, શું તમારું પણ સપનું ભારતીય સેનામાં જોડાવાનું છે, તો તમારા માટે એક ઉત્તમ તક છે. ભારતીય સેનામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની માટે હાલ ભરતી જાહેર કરવામાં આવી છે, જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો જે મિત્રો ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનો સપનું જોઈ રહ્યા હતા તેવા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આ ભરતી માટે અરજી કરી સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન કરવાની રહેશે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે ઉમેદવારો અરજી 25 જુલાઈ 2024 સુધીમાં કરવાની રહેશે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી માટે આ લેખ અંત સુધી વાંચો.
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી જાહેર 2024 ખાલી જગ્યાની વિગતો
પોસ્ટ્નું નામ | પોસ્ટ્સની સંખ્યા |
હેડ કોન્સ્ટેબલ (વેટરનરી) | 04 જગ્યાઓ |
સબ ઇન્સ્પેક્ટર (SI) ગ્રુપ B | 03 જગ્યાઓ |
કોન્સ્ટેબલ (કેનલમેન) | 02 જગ્યાઓ |
SI સ્ટાફ નર્સ ગ્રુપ B | 14 જગ્યાઓ |
ASI ગ્રુપ C | 85 જગ્યાઓ |
ઇન્સ્પેક્ટર (ગ્રંથાલય) | 02 જગ્યાઓ |
કોન્સ્ટેબલ ગ્રુપ C | 34 જગ્યાઓ |
ખાલી જગ્યાઓની કુલ સંખ્યા | 144 જગ્યાઓ |
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી જાહેર 2024 પસંદગી પ્રક્રિયાની વિગતો
બીએસએફ ભરતી 2024 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, કૌશલ્ય પરીક્ષણ (પોસ્ટ મુજબ), દસ્તાવેજોની ચકાસણી, તેમજ તબીબી તપાસના આધારે કરવામાં આવશે. આ ભરતી સંબંધિત અન્ય માહિતી જાણવા માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચનાઓ વાંચવી.
વય મર્યાદા
બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભરતી માટે અરજદારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 25-30 વર્ષ હોવી આવશ્યક છે.
શૈક્ષણિક લાયકાતની વિગતો
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી 2024 અરજી કરનાર અરજદારોની શૈક્ષણિક લાયકાત કોન્સ્ટેબલ ટેકનીકલ પોસ્ટ માટે ધોરણ 10 પાસ, આ ઉપરાંત ITI પ્રમાણપત્ર અને સંબંધિત વ્યવસાયમાં ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે. કોન્સ્ટેબલ કેનલમેન ની પોસ્ટ માટે અરજદારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવનાર અરજદારો પણ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની અન્ય વિગતો માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.
મહત્વપૂર્ણ તારીખો
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 જુલાઈ 2024 |
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે અરજી કરવાની પદ્ધતિ નીચે મુજબ છે:
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://rectt.bsf.gov.in/ ની મુલાકાત લો.
- ત્યાર પછી નવા વપરાશ કર્તા તરીકે નોંધણી કરો.
- ત્યારબાદ Current Recruitment Openings વિકલ્પ પસંદ કરો.
- ત્યાર પછી Apply વિકલ્પ પસંદ કરો.
- તમારી Personal Information યોગ્ય રીતે ભરો.
- જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- જરૂરી હોય તો ઓનલાઇન અરજી ફીની ચૂકવણી કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ તમારી અરજી કન્ફર્મ કરી અરજીને સબમિટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
BSF ભરતીની નોટિફિકેશન વાંચો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર