દાહોદ જિલ્લામાં ₹ 60,000 ની નોકરીનો મોકો, દાહોદ કલેકટર ઓફિસ ભરતી 2024, વાંચો તમામ માહિતી

દાહોદ કલેકટર ઓફિસ ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે હાલમાં દાહોદ જિલ્લા કલેકટર ઓફિસમાં કાયદા સલાહકારની ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રૂબરૂ મુલાકાત કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

દાહોદ કલેકટર ઓફિસ ભરતી માટે સંસ્થાનું નામ, પોસ્ટનું નામ, કુલ ખાલી જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

દાહોદ કલેકટર ઓફિસ ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામદાહોદ જિલ્લા કલેકટર કચેરી
પોસ્ટનું નામકાયદા સલાહકાર
ખાલી જગ્યાઓ01
અરજી પ્રક્રિયાઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ20 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટhttps://dahod.gujarat.gov.in/home

દાહોદ કલેકટર ઓફિસ ભરતી શૈક્ષણિક લાયકાતની વિગતો

દાહોદ કલેકટર ઓફિસ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વિગતો જાણવા માટે dahod.gujarat.gov.in સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

દાહોદ કલેકટર ઓફિસ ભરતી વય મર્યાદા અને પગાર ધોરણની વિગતો

ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક: મકમ/102019/1519/ અંતર્ગત દાહોદ જિલ્લામાં 11 માસના કરાર આધારિત કાયદા સલાહકારની ખાલી જગ્યા માટે પગાર ધોરણની વાત કરીએ તો ₹ 60,000 ફિક્સ પ્રતિ માસ વેતન આપવામાં આવશે. ઉપરાંત આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

દાહોદ કલેકટર ઓફિસ ભરતી માટે અરજી કરવાની પદ્ધતિ

  • સૌપ્રથમ દાહોદ કલેકટર ઓફિસની સત્તાવાર વેબસાઈટ https://dahod.gujarat.gov.in/home ની મુલાકાત લો.
  • ત્યાર પછી સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ ફોર્મમાં માંગેલી વિગતો યોગ્ય રીતે ભરો અને જરૂરી દસ્તાવેજ સાથે બીડાણ કરો.
  • અરજી ફી પેટે, દાહોદ જિલ્લા કચેરી નામનો 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરો.
  • અરજી સીલ બંધ કરી આપેલા એડ્રેસ પર મોકલવાની રહેશે.
  • આ અરજી તારીખ 20 જુલાઈ 2024 સાંજના 6:00 વાગે સુધીમાં મળી જાય તે પ્રમાણે આર.પી.એ.ડી થી મોકલવાની રહેશે.

નોટિફિકેશન અને અરજી ફોર્મ

નોટિફિકેશન અને અરજી ફોર્મઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણો અહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment