GSRTC ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા કુલ 3342 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વર્ષ 2023માં બહાર પાડવામાં આવી હતી, પણ બીજી વખત આજરોજ Reopen કરવામાં આવી છે. આ વિશે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.
GSRTC ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) |
પોસ્ટનું નામ | કંડકટર |
કુલ જગ્યાઓ | 3342 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in |
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC ભરતી 2024) માટે અરજી કરનાર ઉમેદવારો દિવ્યાંગતા (મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે) પ્રકારના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. જેના માટે આ જાહેરાત Reopen કરવામાં આવી છે.
GSRTC ભરતી 2024 માટે વય મર્યાદા:
- GSRTC કંડકટર ભરતી 2024 માટે ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષથી મહત્તમ વય મર્યાદા 34 વર્ષ હોવી જરૂરી છે.
- અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમ મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે.
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત:
- GSRTC કંડકટર ભરતી માટે ઉમેદવારને શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ:
- ઉમેદવારો માટે આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા બેઝ આવો જરૂરી છે.
- વેલીડ ફર્સ્ટ એડ સર્ટી
પગાર ધોરણ:
- આ ભરતી માટે પસંદગી પામનાર ઉમેદવારોને પાંચ વર્ષ માટે માસિક ₹ ૧૮૫૦૦/- ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપશે. આ ઉપરાંત તેઓને મળવાપાત્ર લાભો કે ભથ્થા મળશે નહીં.
ભરતીની પ્રક્રિયા (અભ્યાસક્રમ):
અનુક્રમ નંબર | વિગત | વેઇટેજ |
૧ | આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આધારિત કરવામાં આવશે. જેમાં કુલ ૧૦૦ ગુણનું ઓ.એમ.આર. પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. | ૧૦૦% |
O.M.R. પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી કસોટી:
1 | સામાન્ય જ્ઞાન/ગુજરાતનો ઇતિહાસ/ભૂગોળ/ગુજરાતના વર્તમાન પ્રવાહો | 20 ગુણ |
2 | રોડ સેફ્ટી | 10 ગુણ |
3 | ગુજરાતી વ્યાકરણ (ધોરણ 12 કક્ષાનું) | 10 ગુણ |
4 | અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 12 કક્ષાનું) | 10 ગુણ |
5 | ગણિત અને રીઝનીંગ (ધોરણ 12 કક્ષાનું) | 10 ગુણ |
6 | નિગમને લગતી માહિતી/ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | 10 ગુણ |
7 | મોટર વ્હીકલ એકની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો/પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો/કંડક્ટરોની ફરજો | 10 ગુણ |
8 | કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો | 20 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
અરજી/ પરીક્ષા ફી:
- ઓનલાઇન અરજી પત્રક ભરતી વખતે અનામત અને બિન અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અરજી ફી ₹૫૯/- https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન ચૂકવવાની રહેશે.
- ઓપ્ટિકલ માર્ક રીડિંગ (OMR) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિન અનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે ₹૨૫૦/- + પોસ્ટલ ચાર્જ ચૂકવવાનો રહેશે.
ઓનલાઇન અરજી કરવાની રીત:
GSRTC ભરતી જાહેરાતના સંદર્ભમાં ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઉમેદવારે અરજી કેવી રીતે કરવી તેના તમામ પગલાંઓ નીચે મુજબ છે:
- ઉમેદવારે અરજી કરવા સૌપ્રથમ https://ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.
- ત્યારબાદ Apply Online પર Click કરો.
- કંડકટર કક્ષા પર Click કરવાથી તે જગ્યાની વિગતો/અન્ય માહિતી મળશે.
- ત્યારબાદ તેને નીચે Apply Now પર Click કરવાથી Application ના Format તમારી આગળ ખુલશે, ત્યાં તમારે તમારી Personal Details ભરવી.
- Personal Details ભરાઈ ગયા બાદ તમારે તમારી Education Qualifications પર Click કરો.
- Computer ની જાણકારી માટેની લાયકાત ભરવા માટે Computer Knowledge પર Click કરીને વિગતો ભરો.
- ત્યારબાદ તમારો ફોટોગ્રાફ, જન્મ તારીખ અને સહી અપલોડ કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે ઓનલાઇન અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે.
- Print Application પર ક્લિક કરો અને ત્યાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી લો.
મહત્વપૂર્ણ લિંક:
GSRTC સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
GSRTC કંડકટર ભરતી 2024 માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ભરતી માટે અરજી કરવા સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in છે.
GSRTC કંડકટર ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 17 જુલાઈ 2024 છે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર