ગુજરાત સરકારી શિક્ષકોની ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ ઘણા સમયથી સરકારી શિક્ષકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7200થી પણ વધારે શિક્ષક સહાયકોની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. ગુજરાતમાં શાળાઓમાં શિક્ષકોને ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે તમને સવાલ થશે કે કયા શિક્ષકો માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે? વિષયોની વાત કરીએ તો વ્યાયામ અને કોમ્પ્યુટર તેમજ ચિત્રકળા અને સંગીત જેવા વિષયો માટે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શાળા દ્વારા આ શિક્ષકો માટેની લાયકાત પ્રમાણે ભલામણ કરવામાં આવી હતી.
10 હજારથી વધુ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી
ગુજરાતના યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે લોકો ઘણા સમયથી શિક્ષકોની ભરતી રાહ જોઈ રહ્યા હતા, તે ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ભરતી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ચિત્રકળા, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટરના શિક્ષકો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 10 હજારથી પણ વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માંગે છે તે ઉમેદવારો નિયત સમયમાં આ ભરતી માટે અરજી કરી શકે છે, આ ભરતી વિશેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તે દ્વારા તમે માહિતી મેળવી શકો છો.
ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ ઉમેદવારો માટે ભરતીની મોટાપાયે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં શાળામાં કાયમી શિક્ષકોની કુલ 10 હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રાથમિક શાળાના શિક્ષકો પર કરવામાં આવશે. ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકારી શિક્ષકોની ભરતી 2024 વિશેની અન્ય વિગતો જાણો
ગુજરાત સરકાર દ્વારા આ વખતે 10 હજાર જેટલી શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ટેટ 2 પાસ ઉમેદવારોની વધુ ભરતીઓ થવાની સંભાવના છે. આ માટે ટૂંક જ સમયમાં આ ભરતી વિશે મોટી જાહેરાત કરવામાં આવશે.
આ પહેલા 7000 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ત્રણ માસમાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે સીધી ભરતી કરવામાં આવશે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર