ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024: ગૃહ વિભાગમાં જેલર બનવાનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024: નમસ્કાર પ્રિય વાંચકો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક: 14/2024-25 ગૃહ વિભાગ હસ્તકના જેલર પ્રભાગના જેલર ગ્રુપ-1 (પુરુષ), ગુજરાત રાજ્ય જેલ સેવા, વર્ગ-2 ની ખાલી જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જાહેરાત માટે ઓનલાઇન અરજી કરતા પહેલા વિગતવાર જાહેરાત સાથેની જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અને ઓનલાઇન અરજી કરવાની રીત તેમજ અરજી ફી ભરવાની રીત અંગેની સૂચનાઓ આયોગના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટનું નામજેલર ગ્રુપ -1 (પુરુષ) વર્ગ-2
પોસ્ટની સંખ્યા07
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ22 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

GPSC ભરતી 2024

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા જેલર ગ્રુપ-1 (પુરુષ), ગુજરાત રાજ્ય જેલ સેવા, વર્ગ-2 ની ખાલી જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત તારીખ 08 જુલાઈ થી શરૂ થાય છે, અને છેલ્લી તારીખ 22 જુલાઈ 2024 છે. આ ભરતી અંગેની તમામ વિગતો સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો અહીં મેળવીશું.

GPSC ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરેલ જેલર ગ્રુપ-1 (પુરુષ) ભરતી માટે શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ વિષય સાથે સ્નાતકની ડીગ્રી મેળવેલ હોવી જરૂરી છે.

આ ભરતી માટે અરજી કરતાં ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે, ત્યારબાદ ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 પગાર ધોરણની વિગતો

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરેલ જેલર ગ્રુપ-1 (પુરુષ) ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારને પગાર ₹ 44,900 થી1,42,000 (લેવલ-8) મુજબ મળવા પાત્ર થશે.

GPSC ભરતી 2024 વય મર્યાદાની વિગતો

આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તેમની વય મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર છે.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી કરવાની શરૂઆત તારીખ08 જુલાઈ 2024
અરજી કરવાની અંતિમ તારીખ22 જુલાઈ 2024

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ:

આ જાહેરાત સંદર્ભમાં ભરતી બોર્ડ આયોગ દ્વારા ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.જાહેરાત ક્રમાંક: 14/2024-25 ગૃહ વિભાગ હસ્તકના જેલર પ્રભાગના જેલર ગ્રુપ-1 (પુરુષ), ગુજરાત રાજ્ય જેલ સેવા, વર્ગ-2 માટે અરજી નીચે પ્રમાણે આપેલા પગલાં અનુસરીને કરી શકો છો:

  • સૌપ્રથમ https://gpsc.ojas.gujarat.gov.in/ પર જવું.
  • આ વેબસાઈટના Menu Bar પર “Online Application” વિકલ્પ પર ક્લિક કરતા Apply વિકલ્પ પર ક્લિક કરો, ત્યાં હાલ ચાલી રહેલી તમામ ભરતીઓની લિસ્ટ સામે આવી જશે.
  • Personal Details ભરાઈ ગયા બાદ કોમ્યુનિકેશન ડિટેલ્સ, જ્યાં આગળ ઉમેદવારી પોતાનું રહેઠાણ અને કાયમી સરનામું, મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડીની માહિતી આપવાની રહેશે.
  • ઉમેદવારે પોતાનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે.
  • ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત ભરવાની રહેશે.
  • અરજી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને કન્ફર્મ કરો.
  • જરૂરી ફી ની ચુકવણી કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો.

મહત્વપૂર્ણ લિંક:

ભરતીની સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી મેળવવાઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ભરતી 2024 માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કંઈ છે?

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 2024 માટેની સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 2024 માટેની અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2024 છે.

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment