Gyan Sahayak Bharti 2024: શિક્ષક ભરતી આવી ગઈ, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નોકરીની તકો

Gyan Sahayak Bharti 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે કારણ કે ગુજરાતમાં સરકારી અને અર્ધસરકારી શાળાઓની અંદર ઘણા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવા માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં જ્ઞાન સહાયક જગ્યાઓ ભરવા માટે સત્તાવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

Gyan Sahayak Bharti 2024 વિશેની માહિતી

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટનું નામજ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ05 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઈટhttp://gyansahayak.ssgujarat.org

Gyan Sahayak Bharti 2024

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

Gyan Sahayak Bharti 2024 ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ વાંચ્યા બાદ ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ મુકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણુકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદ ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન અરજી કરેલ પ્રિન્ટની સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

  • સૌપ્રથમ Gyan Sahayak Bharti 2024 સત્તાવાર વેબસાઈટ http://gyansahayak.ssgujarat.org/ ની મુલાકાત લો.
  • https://bit.ly/SEC_GYANSAHAYAK અને https://bit.ly/HS_GYANSAHAYAK વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરો.
  • અરજી ફોર્મમાં તમારી માહિતી યોગ્ય રીતે ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી સબમીટ કરો અને અરજી ફી ચૂકવો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ ભવિષ્યના ઉપયોગ માટે લઈ લો.

અરજી કરવાની છેલ્લી તારીખ અને પગાર ધોરણની વિગતો

ગુજરાત શિક્ષણ વિભાગના સત્તાવાર જાહેરાત મુજબ માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 40 વર્ષની રાખવામાં આવી છે. આ ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારને દર મહિને 24,000 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 42 વર્ષ અને 26,000 રૂપિયા દર મહિને ફિક્સ વેતન આપવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ શરૂઆત 27 જુલાઈ બપોરે 2:00 વાગે થી 05 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકાશે.

મહત્વપૂર્ણ લિંક

જ્ઞાન સહાયક ભરતીની સત્તાવાર સૂચનાઓ અહીં ક્લિક કરો
માધ્યમિક ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
ઉચ્ચતર માધ્યમિક ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણવા માટેઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment