ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, હાલમાં ભારતીય ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યા માટે ધોરણ 10 પાસ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચીને ઓનલાઇન અરજી કરી શકે છે. ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે કુલ 44228 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.
અરજી કરવા ઉમેદવારો તારીખ 05 ઑગસ્ટ 2024 સુધી અરજી કરી શકે છે. અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ વિગતો જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | ઇન્ડિયા પોસ્ટ GDS |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક |
કુલ ખાલી જગ્યાઓ | 44228 પોસ્ટ્સ |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05 ઓગસ્ટ 2024 |
અધિકૃત વેબસાઈટ | https://indiapostgdsonline.gov.in/ |
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
ભારતીય ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ઉમેદવારોની લાયકાત ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 વય મર્યાદાની વિગતો
ભારતીય ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ઉમેદવારોને લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે. આ વય મર્યાદા 05 ઓગસ્ટ 2024 સુધીની ગણવામાં આવશે. તમામ અનામત વર્ગોના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફીની ચૂકવણી
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી માટે અરજી ફી જનરલ કેટેગરીના ઉમેદવારોને જેમાં OBC, EWS ને ₹ 100/- અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, PWD તેમજ મહિલા ઉમેદવારને અરજી ફી ભરવાની નથી.
પસંદગી પ્રક્રિયાની વિગતો
ભારતીય ગ્રામીણ ડાક સેવાની ભરતી માટે ઉમેદવારોની પસંદગી ધોરણ 10ના પરિણામના આધારે મેરીટ પ્રમાણે પસંદગી કરવામાં આવશે. આ મેરીટ લીસ્ટ રાજ્ય પ્રમાણે અલગ અલગ હશે. ત્યાર પછી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
ભારતીય ગ્રામીણ ડાક સેવક ભરતી 2024 | મહત્વપૂર્ણ તારીખો |
અરજી કરવાની શરૂઆત તારીખ | 15 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 05 ઓગસ્ટ 2024 |
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
ભારતીય ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે લાયકાત ધરાવતો ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા સૌપ્રથમ સત્તાવાર સૂચનાઓ વાંચી લેવી. અરજી કેવી રીતે કરવી તે નીચે મુજબ છે:
- સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ ની મુલાકાત લો.
- ત્યાર પછી નવા વપરાશ કર્તા તરીકે નોંધણી કરો.
- ઉમેદવારોએ અરજી ફોર્મમાં આપેલ માહિતી યોગ્ય રીતે ભરો.
- ત્યારબાદ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, અને સહી અપલોડ કરવાની રહેશે.
- ત્યારબાદ કેટેગરી પ્રમાણે અરજી ફીની ચુકવણી કરો.
- અરજી ફોર્મ યોગ્ય રીતે ભરો અને અંતે સબમીટ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર સૂચનાઓ | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર