ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2024: 467 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નોન એક્ઝિક્યુટિવની ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અલગ અલગ જગ્યાઓ જેવી કે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ, જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, એન્જિનિયર આસિસ્ટન્ટ, ટેકનિકલ એટેન્ડન્ટ, તેમજ જુનિયર એન્જિનિયર સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી કુલ ખાલી જગ્યાઓ 467 માટે ભરતી જાહેર કરવામાં આવી છે, આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી શૈક્ષણિક લાયકાતની વિગતો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી 2024 માટે જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તેમની શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવી છે, જેવી કે ધોરણ 10 પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, એન્જિનિયરિંગ ડિગ્રી આ મુજબ રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિગતોની અન્ય માહિતી જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી વય મર્યાદાની વિગતો

આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તેમની વય મર્યાદા લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 26 વર્ષ રાખવામાં આવી છે. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા, કૌશલ્ય કસોટી, પ્રાવીણ્ય કસોટી તથા શારીરિક કસોટી ના આધારે કરવામાં આવશે. આ ઉપરાંત દસ્તાવેજો ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારોની મેડિકલ તપાસ કરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારોની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે. જેમાં કુલ ગુણ 100 હશે અને તે માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની શરૂઆત તારીખ22 જુલાઈ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2024

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છતા હોય તો તેઓએ સૌપ્રથમ આ ભરતી માટેની સત્તાવાર સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવી અને ત્યારબાદ નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઇન અરજી કરવી.

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  • ત્યાર પછી અરજી ફોર્મ ખુલશે, તેમાં તમારી વિગતો યોગ્ય રીતે કરો.
  • જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, સહી અપલોડ કરો.
  • જરૂરી હોય તો અરજી ફીની ચૂકવણી કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ લિંક

ભરતીની સત્તાવાર સૂચનાઓઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણો અહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment