SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી ભરતી, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC CGL ભરતી 2024નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે ઉમેદવારો 24 જૂન થી 24 જુલાઈ સુધી અરજી કરી શકે છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ લેખમાં જોવા મળશે.
SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી વિશે માહિતી
ભરતી બોર્ડ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પોસ્ટ | ગ્રુપ બી અને સી પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓ | 17,727 જગ્યાઓ |
નોકરીની શ્રેણી | સરકારી નોકરી |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત | 24/06/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24/07/2024 |
જોબ લોકેશન | સમગ્ર ભારતમાં |
સત્તાવાર વેબસાઈટ | www.ssc.gov.in |
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
- જુનિયર સ્ટેટેસ્ટીકલ ઓફિસર (JSO) – આ પોસ્ટ માટે અરજી કરવા કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી ધોરણ 12માં ગણિતમાં ઓછામાં ઓછા 60% સાથે સ્નાતક હોવા જોઈએ અથવા ગ્રેજ્યુએશન વિષયોમાંના એક તરીકે સ્ટેટિસ્ટિક્સ સાથેની લાયકાત
- સ્ટેટેસ્ટીકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-II- આ પોસ્ટ માટે અરજી કરવા ફરજિયાત અથવા વૈકલ્પિક વિષય તરીકે અર્થશાસ્ત્રના આંકડા ગણિત સાથે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતક ની ડીગ્રી હોવી જરૂરી છે.
- નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) મા સંશોધન સહાયક – આ પોસ્ટ માટે અરજી કરવા કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી અથવા માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થામાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી
- બાકીની પોસ્ટ્સ – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવા જોઈએ
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 માટે વય મર્યાદા
- આ ભરતી માટેની મર્યાદા વિશે વાત કરીએ તો, 18 વર્ષથી 32 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે.
- આ ઉંમર 1લી ઓગસ્ટ 2024થી ગણવામાં આવશે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 માટે અરજી ફી
- SSC CGL ભરતી માટે અરજી ફી ₹100 રાખવામાં આવી છે.
- અનામત કેટેગરી SC,ST અને વિકલાંગ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી માફ કરવામાં આવી છે.
- અરજી ફી ઓનલાઇન UPI, નેટ બેન્કિંગ અથવા વિઝા કાર્ડ દ્વારા જમા કરાવી શકાય છે.
પગાર ધોરણ
- સ્ટાફ સિલેક્શન કમિશન 2024 CGL ભરતીમાં 7માં પગાર પંચ પ્રમાણે, પગાર ₹ 25,500 થી ₹ 1,51,000 સુધી મળવા પાત્ર છે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા
SSC CGL ભરતી 2024 માટે ઓનલાઇન અરજી નીચે મુજબ કરવાની રહેશે :
- સૌપ્રથમ SSC ઓફિશિયલ વેબસાઈટ www.ssc.gov.in મુલાકાત લો.
- ત્યારબાદ હોમપેજ પર Apply ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી વિગતો દાખલ કરીને નોંધણી કરો અને અરજી કરો.
- તમારા દસ્તાવેજો અપલોડ કરો અને માન્ય ફી ભરો.
- ફોર્મ ભર્યા બાદ ચકાસણી કરી સબમીટ કરો.
SSC CGL ભરતી 2024 માટે મહત્વની લિંક
સત્તાવાર જાહેરાત વાંચવા માટે | Click Here |
ઓનલાઇન અરજી કરો | Click Here |
Home Page | Click Here |
SSC CGL ભરતી 2024 માટે મહત્વની તારીખ
- ઓનલાઇન અરજીની શરૂઆત : 24/06/2024
- અરજી કરવાની અંતિમ તારીખ : 24/07/2024
- ઓનલાઇન ફી ભરવાની અંતિમ તારીખ : 25/07/2024
- ઓનલાઇન સુધારા સહિત અરજી ફોર્મ માટે “સુધારા વિન્ડો” : 10/08/2024 થી 11/08/2024
- ટાયર – 1 (કોમ્પ્યુટર આધારિત પરીક્ષા) : સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 માટે કામ ચલાઉ સમય કોષ્ટક
- ટાયર – 2 (કોમ્પ્યુટર આધારિત પરીક્ષા) નું કામ ચલાઉ સમય કોષ્ટક : ડિસેમ્બર, 2024
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર