વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે વર્ગ -3 ની સીધી જગ્યા ભરવા માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. VMC Bharti 2024, આ વિશે અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી આ લેખમાં જોઈશું.
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનુ નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | સ્ટેશન ઓફિસર (વાયરલેસ) |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
VMC Bharti 2024
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન ઓફિસર (વાયરલેસ) ની ખાલી જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે, કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, તેમજ અન્ય માહિતીઓ જાણવા આ સમાચાર અંત સુધી વાંચો.
VMC Bharti 2024 શૈક્ષણિક લાયકાત અને અનુભવ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટેની શૈક્ષણિક લાયકાત અને અનુભવ નીચે પ્રમાણે છે:
- ડિપ્લોમા ઇન ટેલીકોમ્યુનિકેશન અથવા D.E.R.I. સરકાર માન્ય સંસ્થામાં પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ
- વાયરલેસ ઇક્વિપમેન્ટનાં મેન્ટેનન્સનો અનુભવ ધરાવનારને અગ્રતા અપાશે.
- અરજી કરનાર ઉમેદવાર ચપળ અને તંદુરસ્ત હોવો જરૂરી છે.
પગાર ધોરણની વિગતો
- આ ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારને ત્રણ વર્ષ માટે ₹ 49,600/- માસિક ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.
વય મર્યાદાની વિગતો
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી ફીની ચૂકવણી
- ઉમેદવારોએ અરજી ફી પેટે ₹ 400/- ઓનલાઇન જ ભરવાના રહેશે.
- ઓનલાઇન ફીની ચૂકવણી ફક્ત ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/અને નેટબેન્કિંગ દ્વારા જ કરવામાં આવશે.
- ઉમેદવારોએ નિયત સમયમાં અરજી ફીની ચુકવણી કરી હશે નહીં તો, તેઓને અરજી ના મંજુર કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ | 09 જુલાઈ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 29 જુલાઈ 2024 |
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે અરજી નીચે આપેલ લિંક દ્વારા કરી શકો છો અથવા અહીં જણાવેલ પગલાંઓ અનુસરીને પણ ઓનલાઇન અરજી કરી શકો છો.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ ની મુલાકાત લો.
- ત્યારબાદ VMC – Recruitment વિકલ્પ પસંદ કરો.
- ત્યાર પછી Current Vacancy માં સ્ટેશન ઓફિસર ભરતી વિકલ્પ પસંદ કરો.
- Apply Online વિકલ્પ પસંદ કરો.
- તમારી સામે એક ફોર્મ દેખાશે, ત્યાં તમારે યોગ્ય રીતે માહિતી ભરવાની રહેશે.
- માહિતી ભરાઈ ગયા બાદ તમારે દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની રહેશે.
- ત્યારબાદ જરૂરી અરજીની ફીની ચુકવણી કરો.
- અરજી Confirm કરો અને Submit કરો.
- Submit કરેલી અરજી ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.
નોકરીની સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)
VMC Bharti 2024 માટેની સત્તાવાર વેબસાઈટ કંઈ છે?
સત્તાવાર વેબસાઈટ આ મુજબ છે https://vmc.gov.in/
VMC Bharti 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?
આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2024 છે.
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર