GSEB Purak Pariksha Results 2024: ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ આજે થયું જાહેર, જુઓ તમારું પરિણામ

GSEB Purak Pariksha Results 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરો છો, તો તમારા માટે એ સારા સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પૂરક પરીક્ષાનું પરિણામ આજે 12:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. શું તમે પણ ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ જોવા માંગો છો અને કેવી રીતે જોવું તે તમામ વિગતો જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

GSEB Purak Pariksha Results 2024 વિશેની માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, અંતર્ગત ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, અગાઉ જૂન-જુલાઈ 2024માં લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષા (SSC) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તેમજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, અને સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વેબસાઈટ www.gseb.org પર તારીખ 29 જુલાઈ 2024ના રોજ બપોરે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ વોટ્સએપથી જાણો

ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનું પરિણામ WhatsApp ના માધ્યમથી જાણવા માટે વિદ્યાર્થીઓએ જૂન-જુલાઈ પૂરક પરીક્ષા 2024 નો બેઠક ક્રમાંક (Seat Number) દ્વારા મેળવી શકે છે. તેના માટે વિદ્યાર્થીઓ WhatsApp Number – 6357300971 ઉપર પોતાનો બેઠક ક્રમાંક જૂન-જુલાઈ પૂરક પરીક્ષા 2024 નો મોકલીને જોઈ શકે છે.

ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ

ધોરણ 10 અને ધોરણ 12 પુરક પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓના ગુણ પત્રક, તેઓના પ્રમાણપત્ર, અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. ગુણ ચકાસણી, દફતર ચકાસણી, ગ્રુપ સુધારા, નામ સુધારા, ગુણ તુટ અસ્વીકાર, તેમજ પરીક્ષામાં પુનઃઉપસ્થિત અંગેની જરૂરી સૂચનાઓ અંગેનો પરિપત્ર શાળાઓએ સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે, જે અંગેની આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધીતોએ નોંધ લેવી.

ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ કેવી રીતે જાણવું?

  • સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ની મુલાકાત લો.
  • ત્યારબાદ GSEB પરિણામ વિકલ્પ પસંદ કરો.
  • ત્યાર પછી તમારો બેઠક ક્રમાંક દાખલ કરો.
  • ત્યાર પછી સબમીટ બટન પર ક્લિક કરો.

GSEB Purak Pariksha Results 2024 અગત્યનો પરિપત્ર

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment