ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024: વિવિધ જગ્યાઓ પર ભરતી માટે પોસ્ટ અને અરજી તારીખમાં સુધારો કરાયો, શું છે માહિતી ફટાફટ વાંચો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 : નમસ્કાર મિત્રો, શું તમે પણ ગાંધીનગરમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સોનેરી તક છે, કારણ કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત આ ભરતીમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.

ટૂંક સમય પહેલા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં જાહેર કરાયેલ ભરતી માટે કેટલાક સુધારા હાથ ધરવામાં આવ્યા છે. આ ભરતી અંતર્ગત મહાનગરપાલિકામાં વર્ગ-૨ ફાયર ઓફિસર અને વર્ગ-૩ ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી માટે પહેલા કરતા સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવાની તારીખ પણ લંબાવવામાં આવી છે. શું છે સંપૂર્ણ વિગતો જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 વિશેની વિગતો

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામફાયર ઓફિસર વર્ગ-૨ , ફૂડ ઇન્સ્પેક્ટર વર્ગ-૩
ખાલી જગ્યાઓ13
અરજી કરવાની છેલ્લી તારીખવિવિધ તારીખ
અરજી કરવાની વેબસાઈટhttps://gpsc-ojas.gujarat.gov.in/
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, સુધારા કરાયેલ જગ્યાઓ

પોસ્ટપહેલા જગ્યાઓસુધારેલી જગ્યાઓ
ફાયર ઓફિસર વર્ગ-૨0102
ફૂડ ઇન્સ્પેક્ટર વર્ગ-૩0311

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, ફૂડ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ લાયકાતની વિગતો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફટી ઓફિસર વર્ગ-૩ માટે અરજી કરનાર ઉમેદવારની લાયકાત વિશેની વાત કરીએ તો અરજદારની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ, આ સાથે પગાર ધોરણની વાત કરીએ તો ₹39, 000થી ₹ 1,26,600 પે મેટ્રિક લેવલ 7 મુજબ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, ફાયર ઓફિસર વર્ગ-૨ લાયકાતની વિગતો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ફાયર ઓફિસર વર્ગ-૨ માટે અરજી કરનાર ઉમેદવારની લાયકાત વિશેની વાત કરીએ તો અરજદારની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ, આ સાથે પગાર ધોરણની વાત કરીએ તો ₹44, 900થી ₹ 1,42,400 પે મેટ્રિક લેવલ 8 મુજબ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વિગતો જાણવા માટે સત્તાવાર સૂચનાઓ વાંચો.

મહત્વપૂર્ણ તારીખોમાં કરાયેલ સુધારાઓ

પોસ્ટનું નામઅરજી કરવાની છેલ્લી તારીખ
ફાયર ઓફિસર વર્ગ-૨29 જુલાઈ 2024
ફૂડ ઇન્સ્પેક્ટર વર્ગ-૩07 ઓગસ્ટ 2024

ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલ ભરતી માટે અરજી કેવી રીતે કરવી તેના પગલાઓ નીચે મુજબ છે:

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ ની મુલાકાત લો.
  • ત્યાર પછી Latest Updates વિકલ્પ પસંદ કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ શોધો અને નવા વપરાશ કર્તા તરીકે નોંધણી કરો.
  • તમારા દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો.
  • અરજી ફોર્મ સબમીટ કરો અને જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

મહત્વપૂર્ણ લિંક

ફાયર ઓફિસર માટેની સૂચનાઓઅહીં ક્લિક કરો
ફૂડ ઇન્સ્પેક્ટર માટેની સૂચનાઓઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
અન્ય માહિતી જાણોઅહીં ક્લિક કરો

મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર

Leave a Comment