વડોદરા મહાનગરપાલિકામાં સીધી ભરતી 2024: નમસ્કાર મિત્રો, શું તમે પણ તમારા માટે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સોનેરી તક છે, વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિક (ફાયરમેન) ની ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.
વડોદરા મહાનગરપાલિકામાં સીધી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓગસ્ટ 2024 છે, ત્યાં સુધી ઓનલાઇન અરજી કરી દેવી. આ ભરતી વિશેની અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગારધોરણ, અરજી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
વડોદરા મહાનગરપાલિકામાં સીધી ભરતી 2024 વિશેની માહિતી
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) |
પોસ્ટનું નામ | સૈનિક (ફાયરમેન) |
કુલ જગ્યાઓ | 32 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઈટ | www.vmc.gov.in |
વડોદરા મહાનગરપાલિકામાં સીધી ભરતી 2024 શૈક્ષણિક લાયકાતની વિગતો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત શું છે? તે તમામ માહિતી નીચે જણાવેલ છે.
- આ ભરતી માટે અરજી કરનાર અરજદાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે ધોરણ 10 પાસ હોવા જરૂરી છે.
- સરકાર માન્ય સંસ્થા માંથી ફાયરમેનનો કોર્સ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે.
- ગુજરાતી ભાષા લખતા બોલતા અને વાંચતા આવડવું હોવું જોઈએ.
શારીરિક ક્ષમતા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ફાયરમેનની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે, તે માટે ઉમેદવારને શારીરિક ક્ષમતા નીચે મુજબની હોવી જરૂરી છે.
- ઊંચાઈ : 165 સે.મી. (૫’૫”)
- વજન : 50 કિ.ગ્રા
- છાતી : સામાન્ય 81 સે.મી. , ફુલાવેલી 86 સે.મી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે વય મર્યાદાની વિગતો
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણની વિગતો
આ ભરતી માટે પસંદગી પામેલ ઉમેદવારને ત્રણ વર્ષ માટે ₹ 26,000/- માસિક ફિક્સ વેતન આપવામાં આવશે.
સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ ૪) ઝ.૧ તા ૧૮/૧૦/૨૦૧૩ મુજબ માસિક ફિક્સ વેતનથી ભરપાઈ, અત્રેના સા.વ.વિ પરિપત્ર અંક-૪૪/૧૦-૨૦/ તા:૦૬/૦૨/૨૦૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુકને પાત્ર થશે.
અરજી ફીની ચૂકવણી
બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹ 400/- ઓનલાઇન ભરવાના રહેશે. ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને અરજી ફી પેટે ₹200/- ઓનલાઇન ભરવાના રહેશે. ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 06/08/2024 છે.
મહત્વપૂર્ણ તારીખો
અરજી કરવાની શરૂઆત તારીખ | 16 જુલાઈ 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 ઓગસ્ટ 2024 |
ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર સૂચનાઓ વવાંચીને ઓનલાઇન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટની www.vmc.gov.in મુલાકાત લો.
- ત્યાર પછી VMC Recruitment Openings વિકલ્પો પસંદ કરો.
- ત્યાર પછી Current Vacancy માં ભરતીઓની લીસ્ટ દેખાશે.
- ત્યાંથી અરજી ફોર્મમાં તમારી યોગ્ય વિગતો ભરો.
- ત્યાર પછી જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ કરો.
- ભવિષ્યનો ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક
ભરતીની સત્તાવાર સૂચનાઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી જાણો | અહીં ક્લિક કરો |
મારા વિશે જાણો.. મારું મિત્રો નામ Haresh Parmar છે. હું ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત સરકારી અને ખાનગી વિવિધ પરીક્ષાઓ અને ભરતીઓ વિશેની માહિતી લખું છું. આ તમામ માહિતી હું ઓફિશિયલ વેબસાઈટ દ્વારા શોધીને અહીં લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ્સ સારા લાગે તો તમે તેને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો. આભાર